ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને ડે.સીએમ નીતિન પટેલે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં વરસાદે સર્જેલી તારાજીને પગલે રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી.

  • વરસાદથી નુકસાની પેટે વળતર અપાશે
  • ખેડૂતોને નુકસાન થશે તો વળતર અપાશે
  • રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સહાય કરાશે

ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો. જોકે બાદમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે. તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે થશે અને નુકસાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય કરવામાં આવશે.

ગુજરાત સરકાર ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર ચૂકવશે
SOURCE : INTERNET

રાજ્યમાં અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ

રાજ્યમાં અવિરત વરસાદ યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 251.66 ટકા સરેરાશ વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાહત કમિશનરે આ અંગે માહિતી આપતા રહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં NDRFની 13 અને SDRFની 2 ટીમો તૈનાત છે. જ્યારે NDRF-SDRFની અન્ય 11 ટીમો સ્ટેન્ડ બાય છે. આ ઉપરાંત રાજ્યના 154 જળાશયો હાઇ એલર્ટ પર છે. જ્યારે 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ પર છે. સતત વરસાદના કારણે રાજ્યની 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફ્લો થયા છે.

Post a Comment

0 Comments