પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં છબરડા : પાત્રતા ન ધરાવતા લોકોએ લીધો લાભ હવે સરકાર પગલાં ભરશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં પાત્રતા ન ધરાવતા લોકોએ મોટાપાયે લાભ લીધો હોવાની વાત સામે આવી રહી છે. સરકાર હવે આવા લોકોની તપાસ કરાવશે. આ તપાસ પાનકાર્ડ દ્વારા કરવામાં આવશે. આ તપાસ બાદ સરકાર આવા લોકો સામે કાર્યવાહી પણ કરી શકે છે. આ સાથે પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને આગામી સમયમાં આ યોજનામાંથી બહાર કાઢવામાં આવી શકે છે.

PM કિસાનના ખોટા લાભાર્થીઓ સામે સરકાર લેશે એક્શન
SOURCE : INTERNET

પાત્રતા ન ધરાવતા લોકોએ લીધો કિસાન સન્માન નિધીનો લાભ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા એવા લોકોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો છે, જેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવાની પાત્રતા ધરાવતા નથી. જે લોકો આવકવેરો ચૂકવે છે અને તેમની આવક પણ વધારે છે પરંતુ તેઓ ખેતીની જમીન ધરાવતા હોવાથી તેઓનું નામ ખેડૂત તરીકે પણ નોંધાયેલું હોય છે. આવકવેરો ભરતા લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીનો લાભ લેવાની પાત્રતા ધરાવતા નથી. સરકારે આ પ્રકારના ખેડૂતોની માહિતી મળે એટલે તરત જ આવા ખેડૂતો પર કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. પાત્રતા ન ધરાવતા લોકોએ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લીધો છે.

પ્રધાનમંત્રી કિસાન નિધિ લાભ કોણ લઈ શકતું નથી?

જે લોકો કર (ટેક્સ) ચૂકવે છે. તેઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જે લોકો આર્થિક રીતે સક્ષમ છે તેઓ પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ ઉપરાંત જે લોકો સરકારી કર્મચારી, નિવૃત્ત સરકારી કર્મચારી અથવા ગ્રુપ ડી સરકારી કર્મચારી છે તેઓ પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા પાત્રતા ધરાવતા નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં કોઈપણ પ્રકારના ધંધાર્થીઓને શામેલ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ડોકટરો, વકીલો, સીએ, લોકપ્રતિનિધિઓ, પૂર્વ સાંસદોનો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં સમાવેશ થતો નથી.

નિવૃત્ત અને સરકારી કર્મચારીઓએ પણ લાભ લીધો

જે લોકોએ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો છે તેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને કેટલાક હાલમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લીધેલ છે. સરકાર દ્વારા આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ માટે પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર આવા ખેડૂતોને ઓળખવા માટે સિસ્ટમ બનાવવા માટે રાજ્ય સરકારો સાથે પણ વાત કરી રહી છે.

ડેટા શેર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

સરકાર એક મિકેનિઝમ બનાવીને સાચા ખેડૂતોની ઓળખ કરશે. જેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવશે જેઓ તેના સાચા હકદાર છે અથવા તેની પાત્રતા ધરાવે છે. સરકારી વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ડેટા મોકલવા માટે પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમને પત્ર લખ્યો છે. આ ડેટા આવતાની સાથે જ આવા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ પણ શામેલ છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મોટા પાયે ખેડૂત બનીને આ યોજનાનો લાભ લીધો છે. કૃષિ વિભાગ અને આવકવેરા વિભાગ આવા લોકોની યાદી બનાવી રહ્યા છે. આ યાદી બતાવશે કે કેટલા લોકો આવકવેરો ચૂકવે છે અને કેટલા લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે.

તાજેતરમાં જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કિસાન સન્માન નિધિની રકમ 6000 થી વધારીને 24000 કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ખોટા લાભાર્થીઓનો મામલો સામે આવ્યો છે ત્યારે સરકાર સાવધ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ચાર મહિનામાં 2000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે.  સરકાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા ચૂકવે છે.

Post a Comment

0 Comments