ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.
SOURCE : INTERNET |
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ ખાબક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જાંબુઘોડામાં વરસાદ વરસ્યો છે.
જાંબુઘોડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ડેડિયાપાડામાં સવા 7 ઈંચ, માંડવીમાં સાડા 6 ઈંચ, સોનગઢમાં 6.5 ઈંચ, પારડીમાં 6.5 ઈંચ, ગણદેવીમાં 6 ઈંચ, વ્યારામાં 5.5 ઈંચ, વાલોદમાં સવા 5 ઈંચ, અંકલેશ્વરમાં સવા 5 ઈંચ, વાંસદામાં 5 ઈંચ, ચીખલીમાં 5 ઈંચ, સિદ્ધપુરમાં પોણા 5 ઈંચ અને વઘઈમાં પણ પોણા 5 ઈંચ વરસ્યો છે.
જ્યારે ખેરગામમાં 4.5 ઈંચ, હાંસોટમાં 4.5 ઈંચ, પાવી જેતપુરમાં 4.5 ઈંચ, નેત્રંગમાં 4.5 ઈંચ, વિજાપુરમાં 4 ઈંચ, બારડોલીમાં 4 ઈંચ, ઈડરમાં 4 ઈંચ, ડોલવણમાં 4 ઈંચ, નાંદોદમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ભાણવડમાં 4 ઈંચ, મહુવામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, ધરમપુરમાં 4 ઈંચ, ઉમરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
1 Comments
Super
ReplyDelete