દેશના નીતિ નિર્માતાઓ, અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને સ્વયં ખેડુત ભાઈઓ પાકનું ઉત્પાદન વધારવાની વાત કરે છે. કહેવામાં આવે છે કે 2020ના અંત સુધીમાં દેશની વસ્તી 140 કરોડ થઈ જશે. તેથી વધતી વસ્તીને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ઉત્પાદન તો વધારવું જ પડશે.
SOURCE : INTERNET |
મારો પોતાનો અભિપ્રાય એ છે કે ઉત્પાદનમાં વધારો એટલો મહત્વનો નથી જેટલું પ્રકૃતિનું રક્ષણ મહત્વ છે. અન્ન સુરક્ષાની બાબતમાં દેશ 2000 ના દાયકામાં આત્મનિર્ભર બન્યો હતો અને આપણે બધાએ કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ વર્ષ 2000 થી આજ દિન સુધી આપણે અપેક્ષા મુજબ પાક ઉત્પાદનમાં વધારો કરવામાં નિષ્ફળ ગયા છીએ એટલે કે આપણે પાકનું ઇચ્છિત ઉત્પાદન મેળવી શક્યા નથી. તે જુદી વાત છે કે દરેક વર્ષનું વાતાવરણ ખેડૂતો માટે અલગ અલગ હોય છે. જો વાતાવરણ આપણને ટેકો આપે છે તો પાકનું ઉત્પાદન વધે છે અને જ્યારે વાતાવરણ આપણને ટેકો આપતું નથી ત્યારે અમારા, તમારા અને વૈજ્ઞાનિકો બધાના પ્રયત્નો એમને એમ રહી જાય છે. જ્યારે હવામાન ટેકો આપતું નથી ત્યારે ઉત્પાદન વધારવા માટેની કેટલીય યોજનાઓ એમને એમ નિષફળ જાય છે.
SOURCE : INTERNET |
હવે, આપણે બધાએ સમજવું પડશે કે પાકના ઉત્પાદનમાં વધારો કરવાના આપણા પ્રયત્નો કરતા વધુ ફાળો વાતાવરણનો હોય છે. એટલે કે આપણે પાક ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરતાં વધારે પ્રયતનો હવા, પાણી અને જમીનના સ્વરૂપને સુધારવા માટે કરવા જોઈએ.
- આજે જમીનો રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગોથી ઉજ્જડ બની રહી છે.
- 40-50 ફૂટની ઉંડાઈએથી મળતું ભૂગર્ભ જળ 150 થી 200 ફુટની ઉંડાઈ સુધી પહોંચ્યું છે.
- દેશનો વન વિસ્તાર 6 થી 7 ટકા નીચે આવી ગયો છે જે 1950 ના દાયકામાં 26 થી 27 ટકા થતો હતો.
- પાક સંરક્ષણ માટેની રાસાયણિક દવાઓના ઉપયોગથી હવા, પાણી અને જમીનમાં જોવા મળતા અનેક પ્રકારના ફાયદાકારક સૂક્ષ્મ જીવોનો નાશ થઈ રહ્યો છે.
- માણસની દૂષિત જીવનશૈલીના કારણે જમીનના ભૂચર, પાણીના જળચર અને આકાશના નભચર જીવો લુપ્ત થઈ રહ્યા છે.
- પૃથ્વીમાં સૂક્ષ્મ જીવોના અભાવને લીધે, પૃથ્વીનું તાપમાન વર્ષ-દર વર્ષ વધતું જાય છે.
- દેશમાં પાણીની સમસ્યા વધી રહી છે.
છેલ્લા પચાસ વર્ષોથી, સપાટી જળ અને ભૂગર્ભ જળનું શોષણ ખૂબ જ ઝડપથી થયું છે. એ વાતની કાળજી લેવામાં જ નથી આવી કે જમીનની નીચેની સપાટીમાં પાણીની માત્રા કેટલી છે અને જમીનની નીચેની સપાટી પાણી જાય છે ક્યાંથી? આપણે તો ટેકનોલોજીની મદદથી પાણીની નીચલી સપાટીમાંથી ઊંડેથી પાણી ખેંચી લેવાની કળાને જ આપણી બહાદુરી સમજી રહ્યા છીએ.
SOURCE : INTERNET |
મોટરસાયકલ અને સ્કૂટરમાં પેટ્રોલ રિઝર્વમાં આવી જાય તો આગળના પેટ્રોલપંપ પરથી પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલ ભરાવવું પડે છે. આજ નિયમ જમીનની અંદર રહેલા પાણીને પણ લાગુ પડે છે.
જ્યારે મનુષ્ય જમીનની ઉપરની સપાટીનું પાણી પી ગયો ત્યારે તેને ચિંતા થવી જોઈતી હતી કે હવે શુ થશે પરંતુ એવું થયું નહિ. પરંતુ પરિસ્થિતિ આજે બદલાઈ ગઈ છે, દેશના મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ માટે તો દૂર પીવાના પાણીની સમસ્યા છે અને તે વધી રહી છે અને બાકી રહેલું પાણી હવે પીવાલાયક નથી રહ્યું. કારખાના અને દવાઓના ઉપયોગથી બાકીના પાણીમાં આપણે કેમિકલ ઘોળી દીધા છે. ધ્યાનમાં રાખજો કે જ્યારે પૃથ્વીની નીચેની સપાટીમાં પાણી સમાપ્ત થઈ જશે અને પૃથ્વીની સપાટી ઉપર રહેલું પાણી કેમિકલવાળું હશે તો પીવાનું પાણી લાવીશું ક્યાંથી?
SOURCE : INTERNET |
હવે ભોજન ખાવા યોગ્ય ક્યાં છે?
ધાન પાકનું ઉત્પાદન હોય કે શાકભાજી અને ફળોનું ઉત્પાદન ખેડૂતને કોઈ પણ સંજોગોમાં વધુ ઉત્પાદનની જરૂર હોય છે. “દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ” આ વાતને માનવાવાળો અને જાણવાવાળો ખેડૂત આજે તેનો એકપણ દાણો કોઈપણ જીવને ખાવા દેવા માંગતો નથી પછી તે પશુ-પક્ષી હોય કે કીટ-પતંગિયા બધાને મારવાનું નક્કી કર્યું છે. ખેડૂતો તેમના પાકને કીટ પતંગિયાથી બચાવવા માટે ઝેરી રસાયણોનો બેફામ ઉપયોગ ખેતરોમાં કરી રહ્યા છે. આ કેમિકલ પ્રકૃતિ માટે કેટલું નુકસાનકારક છે તે ખેડુતોને કોઈ વ્યક્તિ સમજાવી શકતું નથી અને જો કોઈ તેમને સમજાવવા માંગે તો ખેડૂત સમજવા માંગતો નથી. ઉલટું જે વ્યક્તિ આ વિષય પર ચિંતા કરે છે તેને પાગલ કહેવામાં આવે છે.
સજીવ ખેતીની વાત દરેક સ્તરે કરવામાં આવે છે પરંતુ હૃદયની અંદરથી દરેક સ્તરે એ જ પ્રયત્નો કરવામાં આવે છે કે સજીવ ખેતી ન કરવી જોઈએ કારણ કે સજીવ ખેતીમાં ખેડૂત સિવાય કોઈ વ્યક્તિને કોઈ ફાયદો થતો નથી. એટલે જ તે જૈવિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા અનાજ, શાકભાજી અને ફળોને માર્કેટિંગ યાર્ડમાં અનેક પ્રકારના અવરોધો ઉભા કરવામાં છે. આજે દુર્ગમ વિસ્તારનો ગરીબ, નાનો ખેડૂત કે જે રસાયણોનો ઉપયોગ નથી કરતો તેનું ઉત્પાદન જૈવિક છે પરંતુ નિર્ધારિત સંસ્થામાં નોંધણી ન થાય ત્યાં સુધી આવા ગરીબ અને નાના ખેડૂતનું ઉત્પાદન જૈવિક ઉત્પાદન ગણાશે નહિ તેથી જૈવિક ઉત્પાદન તરીકે વેચી શકાશે નહી. હવે નાનો ગરીબ ખેડૂતને નોંધણી કરાવવા માટે ક્યાં જાય?
0 Comments