કોરોના મહામારીને કારણે આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો આર્થિક ખેંચ અનુભવી રહ્યાં છે તેમજ ચોમાસાની સીઝનમાં ખેતીમાં પૈસાની જરૂરીયાતને ધ્યાનમાં લઈને દૂધ ઉત્પાદકોને આર્થિક મદદ થવાના પ્રયાસ રૂપે દૂધ સંઘના નિયમક મંડળે 10 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત દૂધના પ્રતિકિલો ફેટના ખરીદ ભાવમાં રૂા. 20નો વધારો કરી દૂધ ઉત્પાદકોને તા.21/7/2020 થી દૂધના પ્રતિકિલો ફેટના ખરીદભાવ રૂા.680 આપવાનું નક્કી કર્યું છે.
SOURCE : INTERNET |
રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કેે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ જીલ્લાના 75000થી વધુ દૂધ ઉત્પાદકોની સહિયારી માલીકીની આ સંસ્થા છે. તેમના પ્રતિનિધિ તરીકે અમે જવાબદારી સ્વીકારી તમામ વહીવટ અને વિકાસમાં વધુમાં વધુ દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો મળે અને દૂધ વાપરનાર ગ્રાહકોને વ્યાજબી ભાવથી ઉચ્ચ ગુણવત્તાવાળું દુધ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા અભિગમથી અમે અને અમારૂ નિયામક મંડળ કામગીરી કરી રહ્યું છે.
જીલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધના મહત્ત્મ ભાવ મળે તે સંઘની પ્રથમ નિતિ છે. છેલ્લા 5 વર્ષનો સરેરાશ પ્રતિકિલો ફેટના ભાવમાં સતત વધારો ચુકવેલ છે. વર્ષ 2016-17 માં રૂા.608/-, 2017-18માં રૂા.625/-, 2018-19 માં રૂા.635/-, 2019-20માં રૂા.656/- ફાઈનલ ભાવ તરીકે ચુકવેલ છે.
સંઘે 2018-19ની સરખામણીએ 2019-20માં પ્રતિકિલો ફેટ દૂધનો ખરીદભાવ રૂા.21 વધારે ચુકવેલ છે. જેની ગણતરી કરતા રૂા.21 કરોડ જેટલી રકમ વધુ ચુકવેલ છે. જેનો સીધો ફાયદો દૂધ ઉત્પાદકોને થયેલ છે. વર્ષ 2019-20 દૂધ ઉત્પાદકો માટે કુદરતી રીતે તથા પશુ આહારના વધેલા ભાવથી કસોટી ભર્યું હતું. જુન-જૂલાઈમાં સમયસર વરસાદ ન આવતા ઘાસચારાની અછત ઉભી થઈ અને ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદ થવાથી ઘાસચારો ખૂબ બગડી જવાથી અને પશુઓને રોગચાળો લાગવાથી દૂધ ઉત્પાદનમાં ભયંકર ઘટાડો થયો હતો. જ્યારે કપાસીયાના ખોળનો ભાવ પ્રતિ બેગના રૂા.1800થી 2200 થયા હતા જ્યારે દાણનો ભાવ રૂા.1200 આસપાસ થવાથી કોઈપણ કાળે પશુપાલકોને પશુ નિભાવવા શકય ન હતા.
આવી પરિસ્થિતીમાં સંઘની વાર્ષિક સાધારણ સભામાં તારીખ 21/6/19થી પ્રતિકિલો ફેટે રૂા.680 ચુકવવાની જાહેરાત કરેલ હતી. ત્યાર પછી વધુ વિકટ પરિસ્થિતીનું નિર્માણ થતાં સંઘના નિયામક મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને તારીખ1/7/19 થી તારીખ 31/8/19 ના 2 માસ માટે પ્રતિકિલો ફેટ રૂા.700નો ભાવ ચુકવવાનો નિર્ણય કરી દૂધ ઉત્પાદકોની કપરી પરિસ્થિતીમાં સંઘ જ પડખે ઉભો રહે તેવા સાહસિક નિર્ણય લેવામાં ક્યારેય અમે પીછે હઠ કરી નથી તેમ ડેરીના અધ્યક્ષશ્રી જણાવ્યું હતું.
કપાસિયાના ખોળમાં થયેલા ભાવવધારામાં અમૂલ દાણમાં પ્રતિ બેગે રૂા.100ની સબસીડી આપી સહાય રૂપ થવાનો નિર્ણય કરતા સંઘે 9 માસમાં રૂા.5 કરોડની સહાય સબસીડી સ્વરૂપે દાણમાં ચુકવેલ છે.
આ ઉપરાંત સભાસદોના અકસ્માત વિમામાં રૂા.10 લાખના વિમાનું કવરેજ કરવાનો નિર્ણય કરીને તેનું 1.30 કરોડનું થતું પ્રિમીયમ સંઘે ભરેલ છે. જે પૈકી જીલ્લાના 11 દૂધ ઉત્પાદકોનો અકસ્માતથી મૃત્યુ થતા તેમના વરસદારને રૂા.10 લાખના વિમાની રકમ મૂજબ કુલ રૂા.1.10 કરોડની રકમ મંજૂર કરાવી ચુકવેલ છે. આ રીતે સંઘે સામાજીક જવાબદારી નિભાવી છે.
અમારા ફેસબુક પેજની લિંક 👉🏻 Khedut Help
0 Comments