ગુજરાતમાં આગામી 5 દીવસમાં 21 જિલ્લામાં ભારેથી અતિભારે અને 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી

રાહત કમિશનર અને અધિક સચિવ શ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

Rain News In Gujarat
SOURCE : INTERNET

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

તારીખ 18 થી 22 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ વિભાગોને એલર્ટ પર રહેવા તથા જરૂરી આગોતરી તૈયારી કરવા રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 98 જળાશય હાઇ એલર્ટ પર છે, જ્યારે 9 જળાશય એલર્ટ પર તથા 14 જળાશય વોર્નિંગ પર છે. રાજ્યમાં અત્યાર સુધી 694.63 મી.મી.વરસાદ વરસ્યો છે. જે પાછલા 30 વર્ષના ગુજરાત રાજ્યના એવરેજ 831 મી.મી.ની વરસાદની સરખામણીએ 83.59 ટકા વરસાદ છે.

ખેતી અને પશુપાલનની માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ Khedut Help ને લાઈક અને ફોલો કરો. આ ઉપરાંત અમારા વોટ્સએપના બ્રોડકાસ્ટ લિસ્ટમાં જોડાવવા માટે 7990263411 પર તમારું નામ અને જિલ્લાનું નામ લખીને વોટ્સએપ પર મેસેજ કરો.

અમારા ફેસબુક પેજની લિંક 👉🏻 Khedut Help

અમારા વોટ્સએપ બ્રોડકાસ્ટ લિસ્ટમાં જોડાવવાની લિંક 👉🏻 Khedut Help Whatsapp

Post a Comment

0 Comments