પાક નુકશાનીના વળતર માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે આ નુકસાની બદલ ખેડૂતોને વળતર મળી રહે તે માટે અનેક ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જે મામલે આજે મળેલી રાજ્યની કેબિનેટની બેઠકમાં ખેડૂતોને પાક નુકસાનની વળતર અંગે ચર્ચા કરાઈ હતી.

ગુજરાત સરકાર
SOURCE : INTERNET


કેબિનેટની બેઠક બાદ રાજ્યના કૃષિપ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં ખેડૂતોને પાક નુકસાની વળતર અંગે સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે, અને સીએમ રૂપાણીએ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. તેમજ પાક નુકસાનીના સર્વેની કામગીરી પણ સોંપી દેવાઈ છે. વિવિધ ટીમો અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાક નુકસાનીનો સર્વે કરીને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે જે બાદ પાક અથવા જમીન ધોવાણ જોગવાઈ મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે. માત્ર પાક નુકસાન જ નહી પરંતુ ભારે વરસાદથી મૃત્યુ પામેલા પશુઓનું વળતર પણ પશુપાલકોને અપાશે. કૃષિ પ્રધાને કહ્યું કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.


આ ઉપરાંત કૃષિપ્રધાન જણાવ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતીનો પાકો પર તીડના હુમલાની ઘટના સામે આવી છે જેના પર પણ રાજ્ય સરકારની નજર છે. અને આ મામલે ઉચ્ચ અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવાના આદેશો પણ આપી દેવાયા છે.


ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે આ નુકસાની બદલ ખેડૂતોને વળતર મળી રહે તે માટે અનેક ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી


Post a Comment

0 Comments