રાજયના તમામ પશુપાલકોને 1 થી 20 દેશી દૂધાળા પશુઓના એકમની સ્થાપના પર વ્યાજ સહાયની યોજના

ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક વ્યવસાય છે. પરંતુ હાલના સમયમાં પશુપાલન એક અલગ વ્યવસાય તરીકે વિકાસ પામી રહેલો છે. આ તબક્કે પશુપાલનને એક અલગ વ્યવસાય તરીકે રાજ્યના પશુપાલકો મોટા પાયે ધંધા-ઉદ્યોગ સ્વરૂપે અપનાવે અને આ વિકાસમાં વેગ આપવા સરકારશ્રી તરફથી નાણાંકીય સહાયના રૂપમાં પશુપાલકોને પ્રોત્સાહિત કરે તેવો આ યોજનાનો હેતુ છે.

રાજયના તમામ પશુપાલકોને 1 થી 20 દેશી દૂધાળા પશુઓના એકમની સ્થાપના પર વ્યાજ સહાયની યોજના

યોજનાનો લાભ કોને મળી શકે અને કયા સ્વરૂપે મળશે.

અનુસુચિત જાતિ અને જનજાતિના પશુપાલકો, ખેત મજુર-નાના અને સિમાન્ત ખેડુતો, જમીન વિહોણા, માલધારી, અને શિક્ષિત બેરોજગારોને નાણાં સ્વરૂપે વ્યાજ સહાય તરીકે લાભ મળી શકે છે.

યોજના-યુનિટની એકમ કિંમત વર્ષ 2018-19 થી અમલી

જાફરાબાદી ભેંસ – રૂ. 70,000/-
બન્ની ભેંસ – રૂ.70,000/-
સુરતી ભેંસ - રૂ. 40,000/-
મહેસાણી ભેંસ – રૂ. 65,000/-
ગીર ગાય – રૂ. 60,000/-
કાંકરેજ ગાય – રૂ. 40,000/-
એચ.એફ. સંકર ગાય – રૂ. 60,000/-
જર્શી સંકર ગાય – રૂ. 45,500/-
એન. ડી. ભેંસ - રૂ. 40,000/-
એન. ડી. ગાય – રૂ. 20,000/-

સહાયની ટકાવારી

દૂધાળા ૫શુઓના એકમ માટે ૫શુપાલન ખાતાએ નિયત કરેલ યુનીટ કોસ્ટ અથવા બેંક ઘ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમના વાર્ષિક વ્યાજના વધુમાં વધુ વ્યાજ દર 12% સામે 1 (એક) થી 20 (વીસ) ગાય-ભેંસના એકમ માટે 100% વ્યાજ સહાય

અરજી કરવાની પધ્ધતિ

અરજદારે મહતમ ૨૦ (વીસ) પશુઓ પર બેન્કમાથી ધિરાણ મેળવ્યા બાદ I khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી અરજીની નકલ સંબધીત પશુદવાખાના પશુ ચિકિત્સા અધિકારી મારફતે નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતને મોકલવાની રહેશે.

અરજી પત્રક સાથે રજુ કરવાના દાખલા-પ્રમાણપત્રો

જમીનના, મકાનના, તેમજ બેન્ક તરફથી માંગવામાં આવે તેવા દસ્તાવેજી પુરાવા.

અરજદાર પાસે અન્‍ય કઈ કઈ સવલતો-સાધનો હોવા જોઈએ?(દા.ત. જમીન, પશુઓ, પાણી)

જમીન ,પશુઓ તથા પાણીને સવલત હોવી જોઈએ.

Post a Comment

0 Comments