પશુઓમાં થતા ખરવા મેવાસાના રોગ વિશે સંપૂર્ણ માહિતી

ખરવા મેવાસા શું છે?
ખરવા મેવાસાનો રોગ બે ખરીવાળા પશુ જેવા કે ગાય, ભેંસ, બળદ, બકરી વગેરેમાં વિષાણુ (વાયરસ) દ્વારા ફેલાતો ઘણો ચેપી રોગ છે. ખરવા મેવાસનો રોગ થતાં પશુનું મૃત્યુ થતું નથી પરંતુ જાનવરોની ઉત્પાદન ક્ષમતા ઉપર સીધી અસર પડે છે. દૂધ ઉત્પાદન ઘટી જવાથી પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થાય છે.

foot and mouth diseases in animals
Source : Internet

ખરવા મેવાસાના લક્ષણો
ખરવા મેવાસા રોગના વિષાણુ (વાયરસ) રોગિષ્ટ પશુથી તંદુરસ્ત પશુમાં હવા, પાણી, ખોરાક અને સંપર્ક ધ્વારા ફેલાય છે. શરૂઆતમાં પશુનું દૂધ ઉત્પાદન એકાએક ઘટી જાય છે અને ખૂબ જ (40-41℃) તાવ આવે છે. મોઢામાં જીભ પર, પેઢા પર, તાળવા પર, હોઠના અંદરના ભાગે ફોલ્લા થાય છે, જે ફૂટી ચાંદા પડે છે. જેના કારણે મોઢામાંથી ખૂબ જ લાળ પડે છે. પગની ખરીમાં ફોલ્લા થાય છે, જે ફૂટી ચાંદા પડે છે. જેના કારણે પશુને ચાલવામાં તકલીફ પડે છે. પશુ લંગડાય છે અને પગ પછાડે છે. નાના વાછરડામાં આ રોગ થવાની શકયતા ખૂબ જ વધારે છે. નાના વાછરડામાં મોટાભાગે રોગના લક્ષણો જોવા મળતા નથી પરંતુ હદય રોગના કારણે મૃત્યુ પ્રમાણ જોવા મળે છે.

foot and mouth diseases in animals
Source : Internet

ખરવા મેવાસાનો ઉપચાર

ખરવા-મોવાસા રોગ નો રોગ ખૂબ જ ચેપી રોગ છે. પશુમાં રોગના શરૂઆતના લક્ષણો જણાતાં જ તાત્કાલિક પશુ ડૉકટરને બોલાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જેથી આ રોગ ફેલાતો અટકાવી શકાય. પશુઓના મો અને પગની ખરીને પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી સાફ કરવી જોઈએ. મોઢામાં ગ્લીસરીન અને બોરિક પાવડર મિક્સ કરી લગાવો અને ખરીમાં મિક્સ, ક્લિન જેવા મલમ લગાવવા.

foot and mouth diseases in animals
Source : Internet

ખરવા મેવાસાનો અટકાવ

આ રોગ ચેપી હોવાથી બીજા જાનવરમાં ન થાય તેની કાળજી લેવી અને અટકાવવાના ઉપાય કરવા જોઈએ. બીમાર જાનવરને તંદુરસ્ત જાનવરથી અલગ કરવા જોઈએ. મળમૂત્રમાં રોગના વિષાણુ હોવાથી તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, વાડામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જાનવરની હેરફેર અટકાવવી જોઈએ. રસીકરણથી ખરવા મેવાસાનો રોગ અટકાવી શકાય છે જેથી 3 મહિના ઉપરના વાછરડામાં પહેલી રસી મુકાવવી ત્યારબાદ પહેલી રસી અપાયાના ૯ મહિના પછી બીજી રસી આપવી અને મોટા પશુઓમાં દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ અને ઓગસ્ટ–સપ્ટેમ્બર એમ બે વખત રોગ વિરોધી રસી મુકાવવી જેથી ખરવા મોવાસાના રોગને અટકાવી શકાય છે.

નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયા બટનથી તમે આ માહિતીને તમેં અન્ય ખેડૂત મિત્રો સાથે શેયર કરી શકો છો, જેથી આ માહિતી વધારેને વધારે ખેડૂતમિત્રો સુધી પહોંચાડી શકાય.

Post a Comment

0 Comments