Source : Internet |
નમસ્કાર ખેડૂતમિત્રો આજે આપણે પશુઓમાં થતા કાળીયા તાવ વિશે જાણીશું તેને અંગ્રેજીમાં એંથ્રેક્સ પણ કહે છે.
કાળીયો તાવ (એન્થ્રેક્સ) :
આ રોગ અત્યંત ચેપી રોગ છે. જે ગાય, ભેંસ, ઘેટાં, બકરામાં થતો રોગ છે. વાતાવરણમાં ફેરફાર કે બદલાવ આવે ત્યારે આ રોગ જોવા મળે છે. ખાસ કરીને નવેમ્બર થી જાન્યુઆરી દરમ્યાન ચરીયાણ દરમ્યાન પરીપક્વ-પાકું ઘાસ ખાતા તેના જડીયા મોઢા માં વાગે છે જેથી મોંમાં ઉઝરડા, ચાંદા પડે છે તે વાટે જંતુઓ શરીરમાં દાખલ થાય છે. આ જંતુ શરીરમાં કાતિલ ઝેર પેદા કરે છે. તેની અસર પામેલું પશુ બે થી ત્રણ કલાકમાં મૃત્યુ પામે છે.
લક્ષણો :
આ રોગ થતા પશુ સૂનમૂન શાંત થઈ જાય છે. તો ક્યારેક ઉશ્કેરાટ અનુભવે છે. 107° ફેરનહીટ જેટલું શરીરનું તાપમાન જોવા મળે છે. પશુનો શ્વાસ ઝડપી બને છે અને આંખો લાલ થઈ જાય છે. શરીરના કુદરતી દ્વારમાંથી લોહીનો સ્ત્રાવ જોવા મળે છે. દૂધમાં એકાએક ઘટાડો જોવા મળે છે. દૂધમાં લીલાશ અથવા પીળાશ પણ જોવા મળે છે. ક્યારેક પશુને ઝાડા થાય છે. જીભ તથા ગળામાં અને બંને પગના વચ્ચેના ભાગે કે યોનીના ભાગે સોજો આવે છે. ગાભણ પશુ તરવાઇ જાય કે મરણ પામે છે.
ઉપાય :
રોગચાળા દરમ્યાન અસરગ્રસ્ત વિસ્તાર માં રસીકરણ કરાવવું. જ્યાં આ રોગ થયો હોય ત્યાં ત્રણ વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ. આ રોગ મનુષ્યમાં પણ થઈ શકે છે.
નીચે આપેલા ફેસબુકના બટનથી તમારા ફેસબુકમાં આ પોસ્ટને શેયર કરો જેથી આ માહિતી વધારેને વધારે ખેડૂતમિત્રો સુધી પહોંચાડી શકાય. એજ રીતે તમે વોટ્સએપ પર પણ આ પોસ્ટને શેયર કરી શકો છો.
0 Comments