Source : Internet |
નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચોમાસા દરમિયાન પશુઓમાં થતા રોગોમાંથી એક એવા ગળસૂંઢા વિશે જાણીશું.
ગળસૂંઢો
આ રોગ મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં ગાય, ભેંસ, બળદ અને ઘેટા-બકરાંમાં થાય છે. ગળસુંઢોએ અતિ તીવ્ર કે તીવ્ર પ્રકારની જીવાણુંજન્ય ચેપી રોગ છે. જે વાતાવરણીય તાણગ્રસ્ત અને વરસાદમાં સતત પલળતા થાકેલા પશુઓમાં વધુ જોવા મળે છે. આ રોગમાં શ્વાસચ્છોશ્વાસની તકલીફ થવાથી પશુ અચાનક મરણ પામે છે.
ગળસુંઢોનું લક્ષણો:
- પશુને 105° થી 107° ફેરનહીટ જેટલો ઊંચો તાવ આવે છે.
- પશુ ધ્રુજવા માંડે છે અને ખાવા-પીવાનું બંધ કે ઓછું કરી દે છે.
- પશુની આંખો લાલ થઇ જાય છે અને આંખોમાંથી પાણી પડવા માંડે છે.
- પશુની ગરદન તેમજ જડબાના નીચેના ભાગે પીડાદાયક સોજો આવે છે.
- પશુને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગળામાંથી અલગ પ્રકારનો ઘરારટીભર્યો અવાજ આવે છે.
- ક્યારેક નાક અને મોમાંથી લોહી પડે છે જેના કારણે પશુ અચાનક જમીન પર ઢળી પડે છે. મોઢામાંથી લાળ ટપકે છે અને પશુ મરણ પામે છે.
ગળસૂંઢો રોગ અટકાવવાના ઉપાયો :
- પશુને દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાં પહેલાં બે-ત્રણ અઠવાડિયા (મે-જૂનમાં) આ રોગ માટેની રોગ પ્રતિકારક રસી મૂકવી જોઈએ, જેથી પશુ આ ભયાનક રોગથી સુરક્ષિત રહે.
- બીમાર પશુને અન્ય તંદુરસ્ત પશુઓથી અલગ કરી દેવું જોઈએ અને ખોરાક-પાણી અલગથી આપવા જોઈએ.
- આવા રોગના કારણે જો પશુ મૃત્યુ પામ્યા હોય, તો જે તે રહેઠાણની જગ્યાને જીવાણુનાશક દવા જેવી કે ફીનાઇલ અથવા તો ચુનાથી ધોઈને સાફ કરી દેવી જોઇએ.
- પશુનું રહેઠાણ એકદમ સ્વચ્છ અને સાફ રાખવું જોઈએ.
- આવા રોગના લક્ષણો દેખાવા લાગે તો તાત્કાલિક પશુ ચિકિત્સક નો સંપર્ક કરી આવશ્યક દવાઓના ઈજેકશન અપાવી સારવાર કરાવવી જોઈએ.
નીચે આપેલા ફેસબુકના બટનથી તમારા ફેસબુકમાં આ પોસ્ટને શેયર કરો જેથી આ માહિતી વધારેને વધારે ખેડૂતમિત્રો સુધી પહોંચાડી શકાય. એજ રીતે તમે વોટ્સએપ પર પણ આ પોસ્ટને શેયર કરી શકો છો.
0 Comments