દેશી ટીંડોળાની ખેતીમાં સારી કમાણી, જમીનવિહોણા ખેડૂતે અડધા ભાગે ટીંડોળાની ખેતી કરીને સફળ થયા

ખેડૂત, ખેતી અને ગામડું એ ખેતી આધારિત દેશની વિકાસની ધરોહરની સાથે વિકાસ-રોજગારી માટેના મુખ્ય અંગસમાન છે. ખેતીમાં પાણી હોય તો ટૂંકી જમીન કે ભાડે કે ભાગે રાખનાર જમીનવિહોણા ખેડૂત પણ પોતાની રોજગારીની સાથે અન્યને પણ રોજગારી આપે છે સાથોસાથ પોતાના રાજ્યની સાથે દેશને પણ સમૃદ્ધિ આપે છે.

Ivy Guard Farming

જૂનાગઢ જિલ્લા તાલુકાના કાથરોટા ગામનો જમીનવિહોણો શિક્ષિત યુવાન ખેડૂત મનોજભાઈ મંગાભાઈ ચૌહાણે અડધા ભાગે દોઢ વીઘામાં દેશી ટીંડોળાની ખેતી અપનાવેલી છે. તેમને વાડી પર રૂબરૂ મળી ટીંડોળાની ખેતી બાબતે પૂછતાં શિક્ષિત યુવાન ખેડૂતે જણાવ્યું હતું કે દેશી ટીંડોળાની ખેતી અન્ય વેલાવાળા શાકભાજી તેમજ ગુજરાતના સુધારેલ ટીંડોળા કરતાં ઉત્તમ છે. એનું કારણ દેશી ટીંડોળા ખાવામાં મીઠા અને વધુ ઉત્પાદન આપે છે. દેશી ટીંડોળા વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષ સુધી ઉત્પાદન આપે છે અને પહેલા વર્ષ કરતાં બીજા અને ત્રીજા વર્ષે ઉત્તરોત્તર ઉત્પાદન વધતું જાય છે. જેમ માવજત સારી તેમ ઉત્પાદન વધુ મળે છે અને ખાસ ક્યારા પદ્ધતિ હોય તો નિંદામણ કાઢતું રહેવું જોઈએ.

ઓછી ટૂંકી જમીન હોય તેઓ માત્ર એક વીઘામાં ટીંડોળી વાવે તો શહેરમાં નોકરી કરવા કરતાં પોતાની ખેતીમાં વધુ કમાણી મળે. બીજાની જીહજૂરી કરવા કરતાં બાપદાદાની માત્ર એક એકર જમીન હોય તો પણ આખું ઘર-પરિવાર તરી જાય તેવી ઉત્તમ રોજગારીની કમાણી ટીંડોળાના પાકમાં મળે છે.

છેલ્લાં ૧૦/૧૨ વર્ષથી ભાડે કે અડધા ભાગે દેશી ટીંડોળાની ખેતી અપનાવે છે. અત્યારે દોઢ વીઘામાં દેશી ટીંડોળાનો પાક ઊભો છે અને આ પહેલું વર્ષ છે. ત્રણ વર્ષ સુધી દેશી ટીંડોળાનો પાક ચાલે એટલે એક વખત ગાંઠો વાવેતર કરો પછી ત્રણ વર્ષ સુધી ચાલે છે.

દેશી ટીંડોળાના વાવેતર પહેલાં સાદી ખેડ કરી ત્યારબાદ દોઢ વીઘામાં આઠ ગાડાં છાણિયું ખાતર ચાસમાં નાખેલ છે ઉપરાંત બે થેલી એન.પી.કે. ખાતર નાખી ક્યારા બાંધી ચોરસ અઢી – અઢી ફૂટના અંતરે કોદાળીથી છ ઈંચના ખાડા કરી ગાંઠનું મૂળ નીચે મુખ ઉપર રહે તેમ ફાગણ માસ બેસતા વાવેતર કરેલા પાકની મુદત ૩ વર્ષ છે. આ રીતે કુલ ૭ મણ ગાંઠોનું વાવેતર કરેલું છે.

વાવેતર કર્યા બાદ તુરત જ બીજું પિયત ત્રીજા દિવસે પછી જમીનની પરત મુજબ રેગ્યુલર પિયત ૫/૭ દિવસે ગરમી, તડકો હોય તો એકાંતરે વરસાદ હોય તો ૧૫ દિવસે જરૂર પ્રમાણે શિયાળે ૪/૫ દિવસે ત્રણ વર્ષ સુધી આ મુજબ પિયત આપતાં રહેવાનું.

દેશી ટીંડોળીમાં વાવેતર કર્યા બાદ ૫૦ દિવસે ફાલ શરૂ થાય. જેમ ઠંડી શરૂ થાય તેમ વધુ ઉત્પાદન મળે. અષાઢ, શ્રાવણ માસમાં ટીંડોળીના વેલા ફાલફૂલ અને ટીંડોળાથી ક્યારા લથબથ ભર્યા હોય છે.

ટીંડોળીના પાકમાં પૂરક ખાતર વાવેતર પછી ૧૫/૨૦ દિવસે દોઢ વીઘામાં એક થેલી ડીએપી પછીના ૧૫/૨૦ દિવસે નર્મદાફોસ ૧ થેલી ત્યારબાદ દર ૧૫/૨૦ દિવસે જરૂર પ્રમાણેનાં ખાતર નાખતાં રહેવાથી ઉત્પાદન ચાલુ રહે છે.

દેશી છાણિયા ખાતરનો શો ફાયદો? ત્યારે ખેડૂત ભાઈએ જણાવેલ કે પાયાના ખાતર સાથે જોઈએ તેના કરતાં અઢી ગણુ છાણિયું ખાતર ચાસમાં ભરેલુ જોઈએ તેનું કારણ પાક ત્રણ વર્ષ ચાલે તેથી જમીનમાં શક્તિ-પોષકતત્ત્વો જળવાઈ રહે અને ઉત્પાદન સારું મળે.

ટીંડોળાની ખેતીમાં રોગ બાબતે જણાવેલ કે ખાસ સફેદ માખી આવે અને ભાદરવા માસમાં ગરમીને કારણે ઈયળો આવે તે અટકાવવા માટે ફાલ લાગ્યા બાદ ૮/૮ દિવસે દવાના છંટકાવ કરવાના.

સંપૂર્ણ માહિતી સ્ત્રોત : એગ્રો સંદેશ મેગેઝીન

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments