સોઈલ સોલરાઈઝેશન પદ્ધતિ દ્વારા નીંદણ નિયંત્રણ

તમે જાણતા જ હશો ખેતીમાં ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન એટલે નીંદણ. આ નીંદણને દૂર કરવા માટે તમે ઘણી અવનવી મોંધી દવાઓ છાંટતા હશો. પરંતુ શુ તમે જાણો છો! આ નીંદણને કોઈપણ રસાયણિક દવાઓ વગર પણ દૂર કરી શકાય છે, તો ચાલો જાણીએ આવી નીંદણ વ્યવસ્થાપનની એક અનોખી પધ્ધતિ સોઇલ સોલરાઇઝેશન વિષે.

સોઈલ સોલરાઈઝેશન

સોઇલ સોલરાઇઝેશન પદ્ધતિ દ્વારા વાતાવરણ, પાક, પાણી તથા જમીનને પ્રદુષિત કર્યા સિવાય નીંદણ નિયંત્રણ કરી શકાય છે. ઉનાળામાં ખૂબ ગરમી હોય ત્યારે એપ્રિલ-મે માસ દરમ્યાન જમીનમાં પિયત આપી વરાપ થયા બાદ 25 માઇક્રોન વાળું પારદર્શક પ્લાસ્ટિક 15 દિવસ સુધી જમીન ઉપર હવા બહાર ના નીકળે તે રીતે ઢાંકવામાં આવે છે જેથી જમીનની અંદરનું તાપમાન જમીનના સામાન્ય તાપમાન કરતાં ઊંચું જાય છે. આમ કરવાથી જમીનના ઉપરના પડમાં તાપમાન વધતા જમીનમાં રહેલ નીંદણના બીજની સ્ફુરણશક્તિ નાશ પામે છે એટલે કે બળી જાય છે. જેથી જમીનમાં વધારાનું નીંદણ ઉગતું જ નથી.

સોઇલ સોલરાઇઝેશન પદ્ધતિ અપનાવ્યા બાદ જમીનના ઉપરના સ્તરને ઊથલપાથલ કર્યા વગર વાવેતર કરવામાં આવે તો નીંદણમુક્ત પાક લઈ શકાય છે. આ ઉપરાંત જમીનમાં રોગ કરનારા જીવાણુઓ, ફૂગ તથા કૃમિનું પણ નિયંત્રણ થાય છે. આ સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિ દ્રારા જમીનમાં જરૂરી એવા ઘણા પોષકતત્વો પણ મેળવી શકાય છે જે છોડને ઉગવામાં મદદરુપ થાય છે અને છોડની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ પધ્ધતિથી જમીનમાં નીંદણ નિયંત્રણના કારણે ઉત્પાદનમાં 60% વધારો કરી શકાય છે.

Post a Comment

0 Comments