હોમ બાયો ગેસ એ આપણે ત્યાં વપરાતા ગોબર ગેસનું જ નાનું સ્વરૂપ છે. આપણી ગોબર ગેસની પરંપરાગત સિસ્ટમમાં નોંધપાત્ર મર્યાદાઓ જોવા મળી છે. આ મર્યાદાઓને દૂર કરવા અને નવીનીકરણ માટે ઘણા સંશોધન થયા. વિશ્વના દરેક ઘરને મફત અને રિન્યૂએબલ એનર્જી મળી રહે તેવા હેતુથી ઈઝરાયેલના બે મિત્રોએ આધુનિક, કાર્યક્ષમ અને ટકાઉ બાયૉગૅસ બનવાનું કાર્ય કરે છે અને વર્ષ 2012 માં તેઓએ "હોમ બાયોગેસ" ( HOME BIO GAS ) ની રચના કરી. આ પ્રથમ મોડેલમાં વધુ સંશોધનથી તેને વધારે વ્યવહારુ, ઓછું ખર્ચાળ, મોટી ક્ષમતાવાળું અને ઘરના કચરાના ઉપયોગથી ચાલતું મોડેલ હોમ બાયોગેસ 2.0 બનાવ્યું. જે બે-ત્રણ વર્ષમાં જ વિશ્વભરના 90 થી પણ વધુ દેશોમાં હજારો સિસ્ટમ સાથે કાર્યરત થઈ ગયું.
હોમ બાયોગેસ એક પ્રકારે આપણે ત્યાં વપરાતા ગોબર ગેસનું જ નાનું સ્વરૂપ છે. અહીંયા પણ ઊર્જાના ઈનપુટ તરીકે કચરો જ વપરાય છે પણ આ કચરાની જગ્યાએ આપણાં ઘર વપરાશમાં જે ફૂડ વેસ્ટ, એનીમલ વેસ્ટ વગેરે નીકળે છે તેનાથી આ સિસ્ટમ ચાલે છે. સિસ્ટમ શરૂ કરતી વખતે એક વખત 100 લિટર જેટલું છાણનું દ્રાવણ 1300 લિટરની ડાયજેસ્ટર ચેમ્બરમાં બેક્ટેરિયા એક્ટિવ કરવા વાપરવું પડે છે. આ માત્ર એક જ વખતની પ્રક્રિયા છે ત્યારબાદ તેમાં કોઈપણ પ્રકારના કાચા રાંધેલા ખોરાકનો કચરો અથવા પ્રાણીઓનો કચરો દરરોજ લગભગ 2 થી 3 કલાક માટેના ઘર વપરાશ ગેસ માટે પૂરતો છે. આ સિસ્ટમ ઊંચી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકની જાડી તાડપત્રી જેવા મટીરીયલથી બનેલ છે. જે એટલી સરળ હોય છે કે ઘરના સભ્યો જ તેને તાડપત્રીની જેમ પાથરી અને ફિટ કરી શકે છે. આપણે આ સિસ્ટમ આપણાં ફળિયામાં, બેકયાર્ડ, ટેરેશમાં, મોટી બાલ્કનીમાં વગેરેમાં કોઈપણ જગ્યાએ જ્યાં સીધો તડકો આવતો હોય તેવી 20 ચોરસ મીટર જગ્યામાં રાખી શકીએ છીએ.
ટૂંકમાં આવી સિસ્ટમ કિચન ગાર્ડનિંગમાં, ઓર્ગેનિક ઘરગથ્થું ખેતીમાં, અન્ય બળતણના પર્યાય તરીકે , ઘરના કચરાના યોગ્ય નિકાલમાં અને આત્મનિર્ભર થવામાં જરૂર ઉપયોગી થાય તેમ છે.
0 Comments