પશુપાલક મિત્રો જ્યારે ગાય કે ભેંસની ખરીદી કરે છે ત્યારે તેઓ એક જ વસ્તુ જોવે છે કે ગાય/ભેંસનું એક ટંકનું દૂધ કેટલું છે? મોટા ભાગના પશુપાલક મિત્રો ગાય/ભેંસ ખરીદતી વખતે દૂધ જોઈને ખરીદી કરતા હોય છે. જેના કારણે ઘણી વખત પશુપાલકોને પાછળથી પસ્તાવવાનો વખત આવતો હોય છે.
પશુપાલકોને યોગ્ય ગાય/ભેંસ ખરીદી કરવી હોય ત્યારે તેમણે ગાય/ભેંસના વાર્ષિક દૂધની અને સરેરાશ દુઝણાં દિવસોની તપાસ કરવી જોઈએ. ગાય/ભેંસનું દૂધ ભલે વધારે હોય પણ જો તેનો દુઝણાં દિવસોનો સમયગાળો લાંબો ન હોય તો વધારે દૂધનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. આ જ રીતે ગાય/ભેંસના એક ટંક દૂધની સરેરાશ પણ તેના દૂધના સમયગાળામાં જળવાઈ રહેવી જોઈએ. ગાય/ભેંસના દૂધ ઉપરાંત એ દૂધના ફેટની પણ તપાસ કરવી જોઈએ કારણ કે ગાય/ભેંસ 2 લીટર વધારે દૂધ આપે એના કરતા એ દૂધના ફેટ મહત્વના હોય છે. કારણ કે જો ગાય/ભેંસના દૂધના ફેટ ઓછા હશે તો પણ વધારે દૂધનો ખાસ અર્થ રહેતો નથી આજે તે સૌ કોઈ જાણે છે. આપણે દૂધ ડેરીમાં ભરવાનું હોય છે એટલે આપણને દૂધના ભાવ પણ પોસાવવા જોઈએ.
આ ઉપરાંત ખાસ મહત્વની વાત ગાયની સાથે વાછરડી હોય તો એ વાછરડીનો બાપ કેવો છે? એનું દૂધ કેવું છે એ પણ જાણકારી મળે તો લઇ લેવી જોઈએ જેનાથી તમે જે વાછરડી મોટી કરી રહ્યા છો તેને ખર્ચ પણ તમને પોસાવવો જોઈયે.
0 Comments