ઇફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવ વધારતા ગુજરાતના ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ઇફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવમાં 1લી એપ્રિલથી વધારો જાહેર કર્યો છે. રાસાયણિક ખાતરના ભાવ વધારાનો આક્રોશ ખેડૂતો સોશ્યલ મીડિયામાં શેયર કરી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતોને હવે ઇફકો કંપનીનું રાસાયણિક ખાતર ખરીદવું મોંઘું પડશે. જેમાં DAP ખાતરમાં રૂ.700, અને ASP ખાતરમાં રૂ. 375 નો વધારો કરવામાં આવ્યો છે.
- DAP ખાતરનો ભાવ રૂપિયા 1200ની જગ્યાએ રૂપિયા 1900 થયો છે.
- NPK 12:32:16 ખાતરમાં રૂપિયા 1185ની જગ્યાએ રૂપિયા 1800 થયા છે.
- NPK 12:32:26 ખાતરમાં રૂપિયા 1175 ની જગ્યાએ રૂપિયા 1775 થયા છે.
- ASP ખાતરમાં રૂપિયા 975ની જગ્યાએ રૂપિયા 1350 થયા છે.
ઇફકોએ એગ્રો સેન્ટરોને ખાસ સૂચના આપી છે કે જૂનો સ્ટોક જુના ભાવ પ્રમાણે જ વહેંચવાનો રહેશે. ઉનાળાની શરૂઆતમાં જ ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો થતા ધરતીપુત્રોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
0 Comments