ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈત ખેડૂત મહાસંમેલન કરશે. કાર્યક્રમની સંપૂર્ણ વિગતો આ રહી

ખેડૂત નેતા રાકેશ ટીકૈત 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પાલનપુર અને બારડોલીમાં ખેડુત સંમેલન યોજવના છે આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહેશે.

Rakesh Tikait In Gujarat

ખેતીને સંબંધિત ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ચાર મહિનાથી ખેડુતો દિલ્હીની જુદી જુદી સીમાઓ પર કેન્દ્ર સરકારની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. હવે ખેડૂત નેતાઓ આ જ આંદોલન સાથે ગુજરાતમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે અને આ કામમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમની મદદ કરી રહ્યા છે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાતના બે જુદા જુદા શહેરોમાં ખેડૂત સંમેલન યોજવા જઈ રહ્યા છે.

આ મહાસંમેલન 4 અને 5 એપ્રિલે યોજાશે, જે ગુજરાતમાં 4 થી એપ્રિલથી અંબાજીમાં શક્તિપીઠના દર્શનથી શરૂ થશે.  રાકેશ ટીકૈત ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે કિસાન મહાસંમેલનને સંબોધન કરશે.  આ સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની સાથે જોડાશે.

રાકેશ ટિકૈતનો ગુજરાતમાં કાર્યક્રમ

4 એપ્રિલે રાકેશ ટીકૈત સવારે 11 કલાકે અંબાજી પહોંચશે.  બપોરે 12.30 વાગ્યે તેઓ મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 12.45 વાગ્યે ખેડુતોનું અભિવાદન કરવામાં આવશે અને બપોરે 2.30 કલાકે પાલનપુરમાં ખેડુતો સાથે સંવાદ કરશે. અહીં એ નોંધવું પણ રસપ્રદ છે કે ઉત્તર ગુજરાતમાં મોટાભાગના ખેડુતો પાટીદારો છે. આવી સ્થિતિમાં રાકેશ ટીકૈત સાંજે 5 કલાકે પાટીદારોની કુલદેવી ઊંઝા ઉમિયાધામ પહોંચશે. જેને પાટીદારોને જોડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

બીજા દિવસે સવારે 7 વાગ્યે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રાકેશ ટિકૈત સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ પહોંચશે. કરમસદથી સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ વડોદરાના છાણી નજીક ગુરુદ્વારાની મુલાકાત લેશે અને બપોરે 3 વાગ્યે બારડોલીમાં ખેડૂતો સાથે વાતચીત કરશે.

અહીં એ પણ સ્પષ્ટ છે કે આજ સુધી ગુજરાતના ખેડુતો ન તો કૃષિ કાયદાના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે કે ન તો કૃષિ કાયદાની વિરુદ્ધ જાહેરમાં બહાર આવ્યા છે. આવી સ્થિતિમાં, રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલાનો પ્રયાસ છે કે તેઓ કૃષિ કાયદા વિશે મહત્તમ માહિતી ખેડૂતોને આપે અને તેમને પોતાને માટે સમર્થન માટે ઉભા રાખી શકે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સંયુક્ત કિસાન મોરચાના યુદ્ધવીરસિંઘ અમદાવાદમાં આ સંદર્ભે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં જ ધરપકડ કરવામાં આવી હતી. રાકેશ ટીકૈત દ્વારા આયોજિત આ કાર્યક્રમને રૂપાણી સરકાર આયોજન કરવાની મંજૂરી આપશે કે નહીં અથવા કાર્યક્રમના થાય તે પહેલાં જ તેઓને ધરપકડ કરી લેવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે.

Post a Comment

0 Comments