રાત્રી હોય કે દિવસ હંમેશા સતર્ક રહેતું પક્ષી અને બીજા પશુ પક્ષીઓને સાવચેત કરતુ પક્ષી એટલે ટીટોડી. જો કોઈ શિકારી પક્ષી કે પ્રાણીઓ કોઈ પશુ પક્ષીની આસપાસ આવે તો ઉડાઉડ કરે છે અને જોર જોરથી અવાજ કરીને તેમને સાવચેત કરે છે. તેથી આપણે ઘણીવાર ટીટોડીને રાત્રે બોલતા સાંભળીએ છીએ.
અંગ્રેજી નામ : Red wattled lapwing
ગુજરાતી નામ : ટીટોડી
વૈજ્ઞાનિક નામ : Vanellus indicus
ટીટોડીનું રહેઠાણ :
ટીટોડી ભારતનું એક કોમન પક્ષી છે. તે લગભગ દરેક રાજ્યોમાં જોવા મળે છે. પાણીના વિવિધ સ્ત્રોતો જેવા કે નદીઓ, તળાવ, સરોવર, ચેક ડેમો વગેરેની આસપાસ તેમજ ખુલ્લા મેદાનોમાં કે ખુલ્લા ખેતરોમાં પણ જોવા મળે છે. વૃક્ષ કે વાયર ઉપર ટીટોડી ક્યારેય પણ બેસતી નથી.
ટીટોડીનો માળો :
ખુલ્લા મેદાનો કે ખેતરોમાં જમીન ઉપર નાના કાંકરા અને સૂકા ઘાસના નાના ટુકડાઓ લાવીને માળો બનાવે છે. માર્ચ થી એપ્રિલ મહિના ના સમયગાળા દરમિયાન માદા બે થી ચાર જેટલા ઇંડાઓ મૂકે છે. ટીટોડીના માળા કે બચ્ચાની પાસે બીજા પક્ષીઓ કે કુતરાઓ પણ જવાની હિંમત કરી શકતા નથી.
ટીટોડીનો ખોરાક :
ટીટોડીનો મુખ્ય ખોરાક મેદાનોમાં રહેતા વિવિધ જીવજંતુઓ તથા પાણીના સ્ત્રોતોની આસપાસ વસતા વિવિધ પ્રકારના નાના જીવજંતુઓ ખાય છે.
સૌજન્ય : TR SACHIN RATHOD
0 Comments