ગુજરાતી નામ : ભોંય ચકલી
અંગ્રેજી નામ : Ashy crowned sparrow lark
વૈજ્ઞાનિક નામ : Eremopterix grisea
ભોંય ચકલીની ઓળખ :
દેખાવમાં ઘર ચકલી (House sparrow) જેવું લાગતું અને લગભગ તેની જેટલું જ કદ ધરાવતા આ પક્ષીને ભોંય ચકલી તરીકે ઓળખવામાં આવે છે. નર અને માદા પક્ષીમાં ઉપરના ફોટા પ્રમાણે તફાવત જોવા મળે છે.
ભોંય ચકલીનું રહેઠાણ :
ભોંય ચકલી સુકા મેદાનો, નાના ધાર - ઢોળાવો ઉપર, ઝાડીઓ, જંગલો અને ખેતરોમાં જોવા મળે છે. માનવ રહેઠાણ આસપાસ ભોંય ચકલી જોવા મળતી નથી.
ભોંય ચકલીનો માળો :
ભોંય ચકલી તેનો માળો ગરમીની ઋતુમાં જમીન ઉપર નાના ખાડામા સુકુ ઘાસ લાવીને ગોળ માળો બનાવે છે. માદા બેથી ત્રણ જેટલા સફેદ-રાખોડી જેવા રંગના ભુખરા ટપકી વાળા ઇંડા મૂકે છે.
ભોંય ચકલીનો ખોરાક
ભોંય ચકલીનો મુખ્ય ખોરાક નાના જીવજંતુઓ, કીટકો, ઘાસનાં બીજ છે આ ઉપરાંત તે વિવિધ ધાન્ય પણ આરોગે છે.
સૌજન્ય : TR SACHIN RATHOD
0 Comments