વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે ત્રીજુ ખેડૂત બિલ પણ રાજ્યસભામાંથી પાસ થઈ ગયુ છે. રાજ્યસભાએ અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાકાની આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવવાના જોગવાઈ વાળા બિલને મંજૂરી આપી. લોકસભાએ 15 સપ્ટેમ્બરે આવશ્યક વસ્તુ બિલ 2020ને મંજૂરી આપી દીધી હતી.
SOURCE : INTERNET |
અગાઉ 20 સપ્ટેમ્બરે કૃષિ સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ બિલને રાજ્યસભાએ વિપક્ષી સભ્યોના ભારે હોબાળા વચ્ચે ધ્વનિમતથી પોતાની મંજૂરી આપી દીધી હતી. સરકાર દ્વારા આ બંને બિલને દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા અત્યાર સુધીના સૌથી મોટા સુધારાની દિશામાં ઉઠાવવામાં આવેલુ મહત્વપૂર્ણ પગલુ ગણાવવામાં આવી રહ્યુ છે.
કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય બિલ 2020, ખેડૂત ઈચ્છા મુજબના સ્થળે પાક વેચી શકે છે. કોઈ મુશ્કેલી વિના બીજા રાજ્યોમાંથી વેપાર કરી શકે છે. APMC ના કાર્યક્ષેત્રની બહાર પણ ખરીદ-વેચાણ સંભવ છે. ઑનલાઈન વેચાણ ઈલેક્ટ્રૉનિક ટ્રેન્ડિંગથી થશે. તેનાથી માર્કેટિંગ ખર્ચની બચત થશે, અને શ્રેષ્ઠ ભાવ મળશે. પાકના વેચાણ પર કોઈ ટેક્સ લાગશે નહીં.
મૂલ્ય આશ્વાસન પર ખેડૂત સમાધાન અને કૃષિ સેવા બિલ 2020 રાષ્ટ્રીય સ્તર પર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વ્યવસ્થા બનશે. રિસ્ક ખેડૂતોનો નથી, એગ્રીમેન્ટ કરનાર પર હશે. ખેડૂત કંપનીઓને પોતાની કિંમત પર પાક વેચશે. ખેડૂતોની આવક વધશે. વચેટિયા રાજ ખતમ થશે. નિર્ધારિત સમયમાં વિવાદ સમાધાનની વ્યવસ્થા કરવામાં આવશે.
વિપક્ષી દળે રાજ્યસભાની કાર્યવાહીનો કર્યો બહિષ્કાર
રાજ્યસભામાં મંગળવારે કોંગ્રેસના નેતૃત્વમાં કેટલાક વિપક્ષી દળોએ આઠ સભ્યોનું સસ્પેન્શન રદ કરવાની માગ કરતા કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. સૌથી પહેલા કોંગ્રેસે કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. જે બાદ આપ, તૃણમુલ કોંગ્રેસ અને વામ દળના સભ્યોએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. બાદમાં રાકાંપા, સપા અને રાજદના સભ્ય પણ સદનમાંથી બહાર ચાલ્યા ગયા.
0 Comments