તુવેરનાં પાકમાં આવતા રોગ અને જીવાતોને ઓળખી યોગ્ય સમયે તેનાં નિયંત્રણના પગલાં લેવાથી તુવેરનું ઉત્પાદન અને ગુણવતા સારી મળી રહે છે.
SOURCE : INTERNET |
જીવાત
તુવેરના પાકમાં શીંગો કોરી ખાનારી લીલી ઈયળ અને શીંગની માખીનો ઉપદ્રવ વધુ જોવા મળે છે, જેનાથી તુવેરના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થતો હોય છે. છોડમાં ફૂલો આવે ત્યારે અને ત્યારબાદ 15 દિવસે ટ્રાયઝોફોસ 35 ઈ.સી. 10 મી.લી. અથવા મોનોકોટોફોસ 40 ઈ.સી. 10 મી.લી. અથવા કવીનાલફોસ 25 ઈ.સી. 20 મી.લી. અથવા અથવા પ્રોફેનોફોસ 10 મી.લી. ફેનવાલ રેટ 5 મી.લી. પૈકી કોઈપણ એક દવા 10 લીટર પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરવાથી લીલી ઈયળ અને શીંગની માખીના ઉપદ્રવનું નિયંત્રણ કરી શકાય છે.
રોગ
1) સુકારાનો રોગ
તુવેરમાં સુકારાનો રોગ અગત્યનો છે. તેના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થાએ રોગીષ્ટ છોડનો નાશ કરવો, પાકની કાપણી પછી ઉંડી ખેડ કરી અવશેષો દુર કરવા, સ્ટુનિંગ પધ્ધતિનો અટકાવ કરવો, રોગ પ્રતિકારક અને વહેલી પાકતી જાતોની વાવણી કરવી, બીજને વાવતા પહેલા કેપ્ટાફોલ કાબેન્ડાઝીમ કે થાયરમ પૈકી કોઈપણ એક ફુગનાશક દવાનો પટ આપવો.
2) વંધ્યત્વનો રોગ
તુવેરમાં વંધ્યત્વનો રોગ જોવા મળે તો રોગિષ્ટ છોડને કાઢી નાખવા. આ રોગનો ફેલાવો કથીરી દ્વારા થતો હોઈ તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા કેલ્થેન 18.5 % 20 મી.લી. અથવા પ્રોપરગાઈટ 57 ઈ.સી. 10 મી.લી. અથવા રોગર 15 મી.લી. પૈકી કોઈપણ એક દવા 10 લીટર પાણીમાં મિશ્રણ કરીને વાવણીના 35, 65 અને 95 દિવસ બાદ છંટકાવ કરવો.
તમને આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી જો ઉપયોગી થઈ હોય તો તમે આ પોસ્ટને ફેસબુક અથવા વોટ્સએપ પર શેયર કરીને ઘણા ખેડૂતોને ઉપયોગી થઈ શકો છો.
Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.
0 Comments