કઠોળ પાકમાં તુવેરએ અગત્યનો પાક છે, જે પ્રચુર માત્રામાં ઓરિટીન ધરાવે છે. તુવેરનો ઉપયોગ શાકભાજી તેમજ તુવેરની દાળ બનાવવા થાય છે. રાજ્યમાં ૨ થી ૩ લાખ હેક્ટર વિસ્તારમાં તુવેરનું વાવેતર થાય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તુવેરનું વાવેતર થાય છે તેની સરેરાશ ઉત્પાદકતા ૯૦૦ થી ૧૧૦૦ કિલો/હેક્ટર છે.
SOURCE : INTERNET |
વાવેતરનો સમય
તુવેરના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે વાવણીનો સમય ખૂબ જ અગત્યનો છે. તુવેરના પાકમાં વહેલી વાવણી કરવાથી વધારે સમય સુધી પાક જમીન ઉપર ઉભો રહે છે અને છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે. મોડુ વાવેતર કરવાથી છોડની વૃદ્ધિ બરાબર થતી નથી અને ઉત્પાદન પર માઠી અસર થાય છે એટલે તુવેરના પાકનું વાવેતર સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. આમ છતાં, જુન-જુલાઇમાં વાવણી લાયક વરસાદ થાય કે તરત જ વાવણી કરવી જોઈએ.
બીજની માવજત
(A) ફૂગનાશક દવાનો પટ :-
જમીન અને બીજજન્ય રોગોથી કુમળા છોડને રક્ષણ કરવા તથા વાવેતર કરેલ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યા જળવાઈ રહે તે માટે બીજને વાવતા પહેલાં થાયરમ, એમીશાન અથવા બાવીસ્ટીન ફુગનાશક દવાનો પટ આપવો. પટ આપવા માટે એક કિલો બિયારણ માટે ર થી ૩ ગ્રામ દવાનું પ્રમાણ રાખવું.
(B) રાઈઝોબિયમ કલ્ચરનો પટ :-
રાઈઝોબિયમ અને પી. એસ. બી. કલ્ચરએ બાયો ફર્ટિલાઈઝર (જૈવિક ખાતર) છે. જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. આ બંને કલ્ચરનો પટ ફુગનાશક દવાનો પટ આપ્યા બાદ રોપણીના એક કલાક પહેલા આપવો. પટ આપવા ૮ થી ૧૦ કિલો બિયારણ માટે રપ૦ ગ્રામના બંને (રાઈઝોબીયમ અને પી. એસ. બી.) કલ્ચરના પેકેટની જરૂરીયાત રહે છે.
બિયારણનો દર અને વાવણી અંતર :-
તુવેરના પાકની સંપૂર્ણ માહિતી આ વેબસાઈટ પર આપવામાં આવશે તો અમારી સાથે જોડાયેલા રહો. આ તુવેરનો પ્રથમ ભાગ છે હજુ બીજા ભાગ રેગ્યુલર આવશે. વોટ્સએપ પર આ માહિતી મેળવવા માટે 7990263411 પર તમારું નામ અને જિલ્લાનું નામ લખીને મેસેજ કરો તમને નિયમિત માહિતી વોટ્સએપ પર મળતી રહેશે.
0 Comments