બનાસકાંઠાના થરાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપુતે નર્મદા કેનાલમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, લોકાયુક્ત અને તકેદારી પંચને ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં દોષિત અધિકારીઓ અને ઠેકેદારોને કડકમાં કડક સજાની માંગણી કરેલ છે.
SOURCE : INTERNET |
થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાંથી નીકળતી નર્મદા મુખ્ય નહેરમાંથી બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ અર્થે પાણી માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા વિવિધ કેનાલોની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં વેજપુર, માલસણ, ઢીમા, ગડસિસર તથા માડકા ડિસ્ટ્રિબ્યુટર કેનાલો તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર તથા સબ માઇનોર કેનાલની કામગીરી કરવામાં આવેલ છે.
SOURCE : INTERNET |
ગુલાબસિંહ રાજપુતે પાત્રમાં આગળ લખ્યું છે કે થરાદ, વાવ, સુઈગામ તથા ભાભર તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાંથી વેજપુર, માલસણ, ઢીમા, ગડસિસર તથા માડકા શાખા જેવી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર તથા સબ માઇનોર કેનાલની કામગીરી થયેલ જેમાં આર.સી.સી કામગીરીની ગુણવત્તા જળવાયેલ નથી, અને તદ્દન હલકા પ્રમાણમાં કામગીરી કરવામાં આવેલ છે. જે અધિકારી અને ઠેકેદાર શ્રીઓની મિલી ભગતથી સ્થળ ઉપર કામો થયેલ છે. જેમાં જે તે અધિકારીઓએ સ્થળ ચકાસણી કર્યા વગર એસી કેબિનમાં બેસી ખોટા માપો લખી સરકારી તિજોરીના નાણા ચાઉ કરેલ છે. આવી હલકી ગુણવત્તા યુક્ત કામગીરીના કારણે આ તમામ નહેરોમાં રોજબરોજ ગાબડા પડે છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાંનો વારો આવેલ છે. સ્થળ ઉપર અંદાજો તથા ટેન્ડર સ્પેશિફિકેશન મુજબ કામગીરી થયેલ નથી. જેથી સંવેદનશીલ સરકારમાં મોટા પાયે ભય વગર ભ્રષ્ટાચાર થયેલ છે. જેની સઘન તપાસ કરવામાં આવે તો રીઢા અધિકારી અને ઠેકેદાર સામે કડકમાં કડક સજા થાય તેવી તેમણે માંગણી કરેલ છે.
0 Comments