અજમાની આધુનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી

અજમાની ખેતી મસાલા પાક તેમજ ઔષધીય પાક તરીકે કરવામાં આવે છે. અજમોએ ધાણાના કુળનો છોડ છે. અજમાના છોડની લંબાઈ એક મીટરની આસપાસ જોવા મળે છે. અજમાને ઔષધીય ગુણધર્મોથી ભરપુર ઔષધિ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અજમા આપણા રસોડાના મસાલાઓમાં એક અલગ મહત્વ ધરાવે છે. અજમો ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. અજમાનું પાણી પણ વજન ઘટાડવાની સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. અજમાના બીજમાં ઘણા ખનિજ તત્વોનું મિશ્રણ જોવા મળે છે. જેનો ઉપયોગ મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અજમાના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે. આ સિવાય તેના દાણાને પીસીને આયુર્વેદિક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

અજમાની ખેતી રવી પાક તરીકે કરવામાં આવે છે. અજમાના છોડના વિકાસ માટે શિયાળાની ઠંડી જરૂરી છે. અજમાની ખેતી માટે વધારે વરસાદની જરૂર નથી. અજમાના છોડ શિયાળામાં કેટલાક અંશે હિમ પણ સહન કરી શકે છે. અજમાની બજાર કિંમત એકદમ સારી છે. જેના કારણે અજમાની ખેતી ખેડુતો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

અજમાની ખેતી
અજમાનો છોડ

જો તમે પણ અજમાની ખેતી કરીને સારો નફો મેળવવા માંગતા છો તો આજે અમે તમને અજમાની ખેતીમાં વાવેતરથી લઈને કાપણી સુધીની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જમીન અને જમીનની તૈયારી

અજમાના પાકને સારી નિતારશકિત ધરાવતી ગોરાડું કે મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે. ર-૩ વખત હળથી ખેડ કરવી. કરબ વડે આડી ઉભી ખેડ કરી ઢેફાં ભાંગી જમીન ભરભરી બનાવવી. જમીન સમતળ કરી લાંબા અને સાંકડા કયારા બનાવવા.

અજમાની સુધારેલી જાતો

અજમાની ખેતીમાં વધુ ઉત્પાદન આપતી જાત ગુજરાત અજમો-૨ ની પસંદગી કરવી.

અજમાની બીજ માવજત

અજમાના બીજને એઝેટોબેકટર અને ફોસ્ફટ કલ્ચરનો પટ આપવો.

અજમાની ખેતીમાં વાવેતર સમય

અજમાની વાવણી ઓકટોબરના ચોથા અઠવાડીયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધીમાં કરવી.

અજમાની ખેતીમાં વાવેતર અંતર અને બીજનો દર

અજમાની વાવણી ઓરીને જમીનની ફળદ્રુપતા મુજબ ૪૫ થી ૬૦ સે.મી.ના અંતરે અને ઉંડાઈ ૧ થી ૧.૫ સે.મી. સુધી કરવી. અજમાની ખેતીમાં એક હેકટર વિસ્તાર માટે અજમાનું ર થી ૨.૫ કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. બીજ નાનું હોવાથી છાણીયા ખાતરનો પાવડર કે ઝીણી રેતી મિશ્ર કરી બીજની વાવણી કરવી. અજમાની વાવણી પૂર્વ-પશ્ચિમ દિશામાં કરવી.

અજમાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

અજમાની ખેતીમાં જમીન તૈયાર કરવાના સમયે ૪ થી ૫ ટન પ્રતિ હેકટરે કોહવાયેલ છાણીયું ખાતર આપવું,

અજમાની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

અજમાની વાવણી બાદ તરત જ અને સારા ઉગાવા માટે જરૂરિયાત મુજબ પાણી આપવું. જમીનની પ્રત અને હવામાન મુજબ અજમાના પાકને ૪ થી ૬ પિયતની જરૂરિયાત રહે છે,

અજમાની ખેતીમાં નિંદામણ અને આંતરખેડ

અજમાની ખેતીમાં જરૂરિયાત મુજબ ર થી ૩ આંતરખેડ કરવી અને હાથ નિંદામણ વડે પાક નીંદણમુકત રાખવો.

અજમાની ખેતીમાં જીવાત નિયંત્રણ

  • મોલોના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનું પ%નું મિશ્રણ (૫૦૦ ગ્રામ ૧૦ લી. પાણી) ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ
  • પરભક્ષી દાળિયા (કોકસીનેલા સેપ્ટમપંકટાટા અને મેનોચીલસ સેકસમેકયુટસ) મોલોનું નિયંત્રણ કરવા માટે અસરકારક પૂરવાર થયેલ છે.

અજમાની ખેતીમાં કાપણીનો સમય

વહેલી સવારે દેહધાર્મિક પરિપકવતાએ છોડની કાપણી કરવી, પાકાં ખળામાં ધીમી ગતિએ ચાલતાં થેસરનો ઉપયોગ કરવો, ઝૂડણી માટે પશુનો ઉપયોગ ટાળવો.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments