ગુજરાત રાજ્યમાં રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો વિરોધ અનેક ખેડૂત આગેવાનો કરી રહ્યા છે ત્યારે પાલીતાણાના સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર બારોટે મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર મોકલ્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, ગત ૭ એપ્રિલે ખાતરમાં ભાવ વધારો થયો હતો અને ૯ એપ્રિલે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના (કેમિકલ અને ફર્ટિલાઈઝર ) મંત્રીશ્રી એ જાહેરમાં ભાવવધારો પાછો ખેંચ્યાનુ આશ્વાસન આપ્યું હતું. અને હવે ૧ મે થી ફરી એકવાર રાસાયણિક ખાતરમાં ભાવવધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ખેડુતોની "નહીં ઘરના નહીં ઘાટના" જેવી પરિસ્થિતિ થઈ છે. આ રાસાયણિક ખાતરમાં થયેલ ભાવ વધારાના કારણે કોરોના જેવા કપરા કાળમાં ખેડુતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. અને ૧ મે થી ૫૦ થી ૬૦ ટકા જેટલો ભાવવધારો કરવામાં આવ્યો છે તેના કારણે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ નહીં પણ જાવક ડબલ થઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
માટે આપશ્રી ને નમ્ર નિવેદન છે કે ખેડૂતો ખેતી કરવા લાયક બન્યા રહે તે માટે તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને આશ્વાસન આપવામાં આવે કે જ્યાં સુધી ખેડૂતોની આવક ડબલ ના થાય ત્યાં સુધી ભાવવધારો કરવામાં ના આવે તેવી વિનંતી. અને જો સરકાર આ ભાવવધારો પરત નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
0 Comments