દેશનું પહેલું રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર (Retrofitted CNG Tractor) લોન્ચ થઈ ગયું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ ટ્રેક્ટર પરથી પડદો હટાવ્યો હતો. આ ટ્રેક્ટર રૉમેટ ટેકનો સોલ્યુશન અને ટોમસેટો એશિલ ઇન્ડિયાની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. વિશેષ એ છે કે આ રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર ડીઝલ એન્જિનવાળા ટ્રેક્ટરમાંથી બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે Retrofitted CNG ટ્રેક્ટરથી ખેડૂતોનો ખર્ચ ઓછો થશે જેથી તેઓ દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે.
India's First Retrofitted CNG Tractor |
રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર (Retrofitted CNG Tractor) લોન્ચ કરતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર ખેડૂતોનો ખર્ચ ઘટાડવામાં મોટો ફાળો આપશે. નીતિન ગડકરીના દાવા મુજબ દર વર્ષે એક ખેડૂત ડીઝલ પાછળ સરેરાશ સવા લાખથી સાડા ત્રણ લાખ રૂપિયા સુધી ખર્ચ કરે છે. આવી પરિસ્થિતિમાં રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટરનો ઉપયોગ કરીને તેઓ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે.
રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટરથી (Retrofitted CNG Tractor) પર્યાવરણને ફાયદો થશે.
રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર ડીઝલની તુલનામાં 50 ટકાથી ઓછા કાર્બનનું ઉત્સર્જન કરે છે જેથી ડીઝલ ટ્રેક્ટર કરતા રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર (Retrofitted CNG Tractor) પર્યાવરણ અને ખેડૂતો માટે વધારે ઉપયોગી સાબિત થશે.
રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટરના (Retrofitted CNG Tractor) મેઇન્ટેનન્સ ખર્ચ પર બચત થશે
ડીઝલ ટ્રેકટરોના મેઇન્ટેનન્સ ખર્ચ કરતાં રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટરનો ખર્ચ ઘણો ઓછો હોય છે. જેથી રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટરના સંદર્ભમાં ખેડુતોના ખર્ચમાં પણ ઘટાડો થશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવની તાણથી રાહત મળશે
રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટરનો (Retrofitted CNG Tractor) ઉપયોગ કરનારા ખેડૂતો માટે સૌથી મોટી રાહત એ છે કે તેમને હવે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની ચિંતા કરવાની રહેશે નહીં.
રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર એન્જિનનું આયુષ્ય લાબું હશે.
ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર એન્જિનનું આયુષ્ય ખૂબ લાંબું હોય છે.
રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને વધારાની કમાણી કરવાની તક મળશે
બાયો-સીએનજી બનાવવા માટે પરાળીનો ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો બાયો સીએનજીનું ઉત્પાદન કરતાં યુનિટને પરાળી વેચીને ખેડુતો પૈસા કમાઇ શકે છે.
0 Comments