શાકભાજી પોષણ અને વૃદ્ધિ માટે જરૂરી પદાર્થો જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ક્ષારો અને પ્રજીવકો પુરા પાડે છે. શાકભાજી પાકોમાં વેલાવાળા શાકભાજી પાકોનો મોટો વર્ગ છે. જેમાં 12 થી 15 જેટલાં પાકોનો સમાવેશ કરેલ છે. આ વર્ગમાં સીઝનલ પાક તેમજ બહુવર્ષાયુ પાકોનો સમાવેશ થાય છે. સિઝનલ પાકની વાવણી મોટે ભાગે બીજથી થાય છે. જયારે બહુવર્ષાયુ પાક જેવા કે પરવળ, ટીંડોળા, કંટોલા વગેરે પાક વાનસ્પતિક વૃદ્ધિથી થાય છે. તેમાં કંદ અથવા છોડના ત્રણ થી ચાર આંખ વાળા પાકીટ વેલાનો ઉપયોગ થાય છે. વેલાવાળા શાકભાજી પાકોમાં પરવળ અને કંટોલાનુ શાક પોષ્ટીક સ્વાદિષ્ટ અને તંદુરસ્તી માટે ઉત્તમ ગણવામાં આવે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આ પાકનું મહત્વ ખૂબ જ ઊંચું ગણવામાં આવે છે. આમ તો પરવળ અને ટીંડોળા એ ભારતના પૂર્વીય રાજ્યોના મહત્વના પાક છે.
SOURCE : INTERNET |
ગુજરાતમાં પરવળ અને ટીંડોળાનુ વાવેતર અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા ભરૂચ અને સુરત જિલ્લામાં વિશેષ પ્રમાણમાં થાય છે.
પરવળ અને ટીંડોળાની ખેતીની સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે નીચેના આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
ડાઉનલોડKhedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી આપવામાં આવે છે. જો તમે આવી માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ અને જિલ્લો લખીને મેસેજ કરો.
0 Comments