ખરવા મેવાસા અને બ્રુસેલોસિસના નિયંત્રણ અને નાબૂદી માટે દેશના 60 કરોડ પશુઓનું રસીકરણ કરવામાં આવશે : વડાપ્રધાન khedut Help

India PM Modi to launch National Animal Disease Control Programme Kheudt Help
SOURCE : INTERNET

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશના મથુરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુ ચિકિત્સા વિશ્વવિદ્યાલય અને ગો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશમાં ખરવા મેવાસા (એફએમડી) અને બ્રુસેલોસિસના નિયંત્રણ અને નાબૂદી માટે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NSDP) ની શરૂઆત કરી છે. સંપૂર્ણ કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ પર કેન્દ્ર સરકાર 13,343 કરોડ ખર્ચ કરશે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ બંને રોગોને ઘટાડવાના પ્રયાસમાં દેશભરમાં 60 કરોડથી વધુ પ્રાણીઓને રસી આપવામાં આવશે. એટલું જ નહીં, જે પશુઓને રસી અપાય છે તેઓને એક યુનિક આઈડી આપવામાં આવશે અને તેમના કાનમાં એક કડી લગાવવામાં આવશે.
India PM Modi to launch National Animal Disease Control Programme Kheudt Help
SOURCE : INTERNET

વડાપ્રધાને પશુ રસીકરણ અને રોગ નિયંત્રણ, કૃત્રિમ ગર્ભાધાન અને ઉત્પાદકતા પર આધારિત રાષ્ટ્રીય કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ માટે દેશના તમામ 687 જિલ્લાઓના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં એક રાષ્ટ્રવ્યાપી કાર્યશાળાની પણ શરૂઆત કરી છે. આ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે "પર્યાવરણ અને પશુધન હંમેશાં ભારતની આર્થિક વિચારધારા અને તેના દર્શનમાં રહ્યા છે. તેથી સ્વચ્છ ભારત હોય કે જળ જીવન અભિયાન હોય કે પછી કૃષિ અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની વાત હોય આપણે હંમેશાં પ્રકૃતિ અને અર્થતંત્ર વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે."

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં પશુધન ખૂબ મૂલ્યવાન છે. કોઈ એવી કલ્પના કરી શકે છે કે પશુધન વિના અર્થવ્યવસ્થા ચાલી શકે? ગામ ચાલી શકે? ગામનું કુટુંબ ચાલી શકે? પરંતુ કેટલાક લોકોને ખબર નહી કેમ 'ગાય' અને 'ઓમ' શબ્દ સાંભળીને કરંટ લાગવા માંડે છે.
India PM Modi to launch National Animal Disease Control Programme Kheudt Help
SOURCE : INTERNET

આફ્રિકાના રવાન્ડાનું ઉદાહરણ આપતાં વડા પ્રધાને કહ્યું કે તેઓ ત્યાં ગયા હતા અને ત્યાંના ગામોમાં લોકોને ગાયની ભેટ આપવાની પરંપરા છે. ગાય, પશુપાલન અને દૂધ ઉત્પાદન એ ત્યાંના ગામોની અર્થવ્યવસ્થાનો આધાર બન્યા છે. રવાન્ડાની સરકાર ભેટમાં આપેલી ગાયનું પ્રથમ વાછરડું લે છે અને જે લોકો પાસે ગાય નથી તેમને સોંપી દે છે. આ રીતે, આખી શૃંખલા આગળ વધે છે. આમ ગાય લોકોની આવકનો એક ભાગ બને છે. વડા પ્રધાને પશુ આરોગ્ય, પોષણ અને દૂધ ઉત્પાદનને લગતા અન્ય ઘણા કાર્યક્રમો પણ શરૂ કર્યા.
India PM Modi to launch National Animal Disease Control Programme Kheudt Help
SOURCE : INTERNET

પ્રધાનમંત્રીએ કહ્યું કે પશુપાલન અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. પશુપાલન, માછલી ઉછેર અને મધમાખી ઉછેર વગેરેમાં રોકાણ કરવાથી વધારે લાભ થાય છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે ખેતી અને તેને સંબંધિત પ્રવૃત્તિઓની દ્રષ્ટિએ એક નવી ઊંચાઇની સાથે આગળ વધ્યા છીએ. પશુ ગુણવત્તા, દૂધ ઉત્પાદનોની ગુણવત્તા અને તેમની વિવિધતામાં સુધારો લાવવા જરૂરી પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે પ્રાણીઓ માટે નિયમિતપણે લીલો ઘાસચારો અને પૌષ્ટિક ખોરાકની સપ્લાય માટે યોગ્ય ઉપાય શોધવાની જરૂર છે.

વડા પ્રધાને કહ્યું કે દેશમાં દૂધ ક્ષેત્રના વિસ્તરણ માટે નવીનતા અને નવી ટેકનોલોજી એ સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે આપણા ગામોમાંથી આ પ્રકારની નવી શોધો માટે અમે 'સ્ટાર્ટ-અપ બ્રાન્ડ ચેલેન્જ' શરૂ કર્યું છે. વડા પ્રધાને યુવાનોને ખાતરી આપી હતી કે તેઓ તેમના વિચારોને આગળ વધારવા અને તેમના માટે યોગ્ય રોકાણ વધારવા ગંભીરતાથી વિચારણા કરશે. તેનાથી રોજગારની નવી તકો ઉભી થશે.

આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ યુનિવર્સિટી કેમ્પસમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને મેળામાં સ્થાપિત વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી ગિરિરાજસિંઘ, કેન્દ્રીય ડેરી અને પશુપાલન રાજ્ય મંત્રી સંજીવ બાલિયન, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, યુપીના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન ચૌધરી લક્ષ્મી નારાયણ, મથુરાના સાંસદ હેમામાલિની સહિત તમામ મંત્રી, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સૌજન્ય : Dairy Today
© આ પોસ્ટની લિંક તમે કોઈપણ સોશ્યલ મીડિયામાં શેયર કરી શકો છો પરંતુ આ પોસ્ટને તમે કોપી કરીને તમારી વેબસાઈટ પર પોસ્ટ કરી શકતા નથી. જો કોઈ બ્લોગ/વેબસાઈટ પર કોપી કરેલ પોસ્ટ ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Post a Comment

0 Comments