ખૂબ જ ફાયદાકારક છે જમીન વગર થતી હાઇડ્રોપોનિક્સ ખેતી જાણી લો એક ક્લિક પર

નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હાઇડ્રોપોનિક્સ ખેતી એટલે શું તેના વિશે જાણકારી મેળવીશું.
 
What is hydroponic framing
SOURCE : INTERNET

હાઇડ્રોપોનિક્સ એટલે શું?

હાઈડ્રોપોનિકસ એટલે માટી વગર પોષક તત્વો વાળા દ્રાવણ (પાણી) વડે ઉગાડવામાં આવતો ચારો જે સામાન્ય રીતે જવારા તરીકે ઓળખાય છે. પરદેશમા હાઈડ્રોપોનિકસ પ્રયોગ દોઢસો, બસ્સો વર્ષ થી થતા આવ્યા છે. આપણા દેશમાં પણ કંઈક નવીન કરવા ઇચ્છુક પ્રગતિશીલ ખેડૂતો હાઈડ્રોપોનિકસ પ્રયોગ કરે છે પણ બહુ જૂજ પ્રમાણમાં સફળ થયા છે.


Hydroponics Farming
SOURCE : INTERNET

હાઈડ્રોપોનિકસ પદ્ધતિ થી ઘાસ ઉગાડવાના ફાયદા અને ગેરફાયદા બંને છે પણ સૌથી મોટો ફાયદો એ છે કે ખુલ્લી જગ્યા હોય તો માત્ર પાણીમાં છોડને જરૂરી કેટલાક પોષક તત્વો ઉમેરીને ઘાસચારો ઉગાડી શકાય છે. કોઈને નવાઈ લાગે કે માટી વગર ઘાસચારો કેવી રીતે ઉગાડી શકાય છે. પરંતુ ખૂબ જ સીધી વાત છે કે જમીન કે માટીમાં રહેલા પોષક તત્વો પાણીમાં દ્રાવ્ય થઈ છોડને મળે છે અને છોડની વૃધ્ધી વિકાસ થાય છે. આવા પોષક તત્વો સીધે સીધા પાણીમાં ઉમેરી મિશ્ર કરી આવું પાણી છોડને આપવાથી બધા પોષક તત્વો છોડને મળે છે. આથી માટીમાં ખેતી કરતાં આ પદ્ધતિમાં પાણીની જરૂરિયાત ઓછી રહે છે. વળી હવે તો વીજળી વિના સૂર્યશક્તિથી ચાલતા હાઈડ્રોપોનીકસ એકમનો વિકાસ થવાથી ઊર્જા ખર્ચ પણ બચે છે. આ પદ્ધતિથી પરિણામ ઝડપી મળે છે અને ઘાસની માત્રા વધુ મળે છે. કીટકો કે રોગ નો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આ પદ્ધતિથી ઘાસ ઉગાડવાથી સમગ્ર વર્ષ દરમિયાન ચારાની પોષક મૂલ્યતા એકસરખી જળવાઈ રહે છે. ડેરી ફાર્મ પર પશુઓને એકસરખી પોષક મૂલ્યવાળો લીલો ચારો મળી રહેવાથી દૂધ ઉત્પાદનમાં કે દૂધમાં ચરબીના ટકામાં કોઈ નાટ્યાત્મક રીતે વધારો કે ઘટાડો થતો નથી. આ પ્રકારે ઘાસ ચારો ઉગાડવાથી અછત, સંકટ, હવામાનમાં ફેરફાર, કોઈ પરોપજીવી પશુઓથી નુકસાન થવાની શક્યતા રહેતી નથી. કાપણી માટે માનવ શક્તિ કે મજૂરોની જરૂરિયાત પણ રહેતી નથી માટે ખેતરથી ડેરી ફાર્મ સુધી લાવવાનો વહન ચાર્જ કે માનવશક્તિ કે ચાફકટત્રીની જરૂરિયાત રહેતી નથી.
 

Hydroponic Farming
SOURCE : INTERNET

માટી વિના હાઈડ્રોપોનિકસ પદ્ધતિથી ઊગાડેલ લીલી મકાઈ (ફાર્મ) ખેડૂતોના ઘર આંગણે ખવડાવવાના પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં આશાસ્પદ પરિણામો જાણવા મળેલ છે. આવી લીલી મકાઈ પશુ દીઠદૈનિક 20 કિલો ખવડાવવાથી સમતોલ દાણ 1 થી 1.25 કિલો ઓછું ખવડાવી શકાય છે. સાથે ઘણા બધા મહિલા પશુપાલક જમીન વિહોણા ખેડૂતો, મધ્યમ કે સીમાંત ખેડૂતોનો અભિપ્રાય છે કે તેઓના પશુઓના દૂધ ઉત્પાદનમાં પ્રતિદિન 1 થી 2 લિટર અને ચરબીમાં (ફેટ) 1 ટકાનો વધારો નોંધાયેલ છે. કેટલાકને ફકત દૂધ ઉત્પાદન વધેલા છે, જયારે દૂધ ચરબીના (ફેટ) ટકામાં વધારો કે ઘટાડો થયો નથી પણ જળવાઈ રહે છે. પ્રજનનમાં પણ સુધારો થાય છે. દુધાળા પશુઓ વેતરમાં આવીને ગાભણ પણ થઈ ગયેલ છે. આવો ચારો ફકત અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. 150 કિલો મકાઈના દાણાંમાંથી આશરે 1000 કિલો લીલી મકાઈનો ચારો અઠવાડિયામાં ઉત્પાદન કરી શકાય છે.

હાઇડ્રોપોનિક્સ વિશે વધુ માહિતી આપણે આવનારી નવી પોસ્ટમાં મેળવીશું.

નીચે આપેલા ફેસબુકના બટનથી તમારા ફેસબુકમાં આ પોસ્ટને શેયર કરો જેથી આ માહિતી વધારેને વધારે ખેડૂતમિત્રો સુધી પહોંચાડી શકાય. એજ રીતે તમે વોટ્સએપ પર પણ આ પોસ્ટને શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments